મેઘાણી બેઠક

‘મેઘાણી વંદના’:  યૌવન અને કસુંબલ રંગના કવિને વંદન 

પરિષદ આર્કાઈવ્ઝ

'તમારા ઝવેરચંદ મેઘાણી' પ્રકલ્પ અંતર્ગત:

- રૂપલ મહેતા

 

છેલ્લો કટોરો : મેઘાણી શતાબ્દી વંદના – તા.૨૫-૫-૧૯૯૬. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મેઘાણી જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ. પરિષદ આર્કાઈવ્ઝમાંથી સાંપડેલા આ વિડીયોમાં આપણાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલ 'છેલ્લો કટોરો' પ્રસ્તુત છે. ગાંઘીજી જ્યારે લંડન જવાના હતા, બીજી ગોળમેજી પરિષદ (૧૯૩૧) -Round Table Conference માટે, ત્યારે ઝવેરચંદ મેઘાણીએ આ અમર કૃતિ લખેલી. રાષ્ટ્રીય કવિનું બિરુદ પામેલા કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ..

 

 

સાભાર: નવજીવન ટ્રસ્ટ
સાભાર: નવજીવન ટ્રસ્ટ

શ્રી ઝવેરચંદ મેઘાણીનો અવાજ

'તમારા ઝવેરચંદ મેઘાણી' પ્રકલ્પ અંતર્ગત:

- વસંત જોશી

સાભાર: પિનાકીભાઈ નાનકભાઈ મેઘાણી,
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, ચોટીલા.

 

મેઘાણી વંદના- એક નોંધ: ભાષાવિજ્ઞાન ભાષાની બે મૂળભૂત શક્તિઓની નોંધ લે છે :  લિખિત ભાષાની શક્તિ અને   ઉચ્ચરિત ભાષાની શક્તિ. લિખિત ભાષા અને ઉચ્ચરિત ભાષા આમ તો એક જ પણ બન્નેનાં પોત અલગ. જે આપણે લખીએ તેનો ઉચ્ચાર એ એનું બીજું રૂપ. કોઈ લખાણ ખૂબ જુસ્સાભેર લખાયું હોય પણ જો તેનો ઉચ્ચાર એવો જ જુસ્સાભેર ન થાય તો ? ઉચ્ચારનો મહિમા એ અર્થમાં પ્રમાણી શકાય.... વધુ વાંચો

યુવાસર્જન: લેખ

'તમારા ઝવેરચંદ મેઘાણી' પ્રકલ્પ અંતર્ગત: યુવાસ્વર

- ઈશાન શાહ, અમેરિકા

 

તળપદી સાહિત્ય દ્વારા જનજાગૃતિ - મેઘાણી અને ઝિટકલા-ષા: અમેરિકામાં રહેતા ગુજરાતી યુવક તરીકે મને ગુજરાતી સાહિત્યનો ઘણો ઓછો અનુભવ છે.

પરંતુ જયારે પણ મને ગુજરાતી કવિતા, લેખ, ગીતો અને ભવ્ય સાંસ્કૃતિક વારસાની આછી પાતળી ઝાંખી મળે છે ત્યારે વિચાર થાય છે કે આપણે ઘણા નસીબદાર છીએ.

મારો અહોભાવ અનાયાસે એ વ્યક્તિઓ તરફ ઢળે છે કે જેઓએ આ સંસ્કૃતિને જાળવવામાં યોગદાન આપ્યું છે.

ઝવેરચંદ મેઘાણી વિશે મને થોડા અઠવાડિયા પહેલાં જાણવા મળેલું. હું જેમ એમના સર્જનકાર્ય વિષે વાંચતો ગયો તેમ મને એમના જીવન તરફ વધુ રસ જાગતો ગયો.

બાળપણમાં સાંભળેલા અમુક ગીતો (‘ચારણ કન્યા’ વિગેરે) ઝવેરચંદ મેઘાણીના હતાં એ જાણી આનંદ થયો.

મારા માટે ઝવેરચંદ મેઘાણીના વ્યાપક સાહિત્યનું મહત્વ એક ભાષાની દૃષ્ટિએ કરતા એમનાં રાષ્ટ્રીય શૌર્ય઼ ગીતો દ્વારા ગુજરાતના સામાન્ય લોકોને એમણે આપેલી જાગૃતિ માટે વધારે છે. વધુ વાંચો

યુવા-કલા: ગીત

'તમારા ઝવેરચંદ મેઘાણી' પ્રકલ્પ અંતર્ગત: સ્વર

- નિલેશ સાટીયા

ગીત - કસુંબીનો રંગ, ઝવેરચંદ મેઘાણી

યુવા-કલા: વિડીયો

'તમારા ઝવેરચંદ મેઘાણી' પ્રકલ્પ અંતર્ગત:

- ડો.મિલિન્દ પારેખ અને સપન પાઠક (બારડોલી)

સંવાદ અને પઠન

પત્ર: લિ. હું યાદ કરું છું

'તમારા ઝવેરચંદ મેઘાણી' પ્રકલ્પ અંતર્ગત:

– ઇન્દુ જોશી

 

નરમ દિલ અને જ્વલંત જુસ્સાના નાયક એવા મારા પૂર્વજ મેઘાણીદાદા,

તમને મારા નમસ્કાર.

તમારા વિશે લખવા માટે કયો પ્રકાર યોગ્ય ગણાશે તેવું બહુ વિચાર્યું. બહુ મથી. કવિતા લખું? પછી થયું ના. કવિતામાં તમારા વિશેનું બધું કેમ કરીને સમાવીશ? કેન્સલ. પછી થયું કે નિબંધ લખું? પણ તેમાં મને મજા નહીં આવે તેમ લાગ્યું. તે પણ કેન્સલ. તમારી કવિતાઓ, વાર્તાઓ, નવલકથાઓ અને બીજું સાહિત્ય વાંચતા થયેલી અભિભૂતતા ને આત્મીયતા બંને કઈ રીતે વ્યક્ત કરું? એમ મથતાં  અંતે મન ઠર્યું પત્રલેખન પર.

‘લિ. હું આવું છું’ પુસ્તકનું મુખપૃષ્ઠ યાદ આવ્યું ને મારા અળવીતરાં મને તરત શીર્ષક બાંધી દીધું – લિ. હું યાદ કરું છું. તે આ પત્ર.

પત્રમાં સંબોધન તો હોય જ ને... વધુ વાંચો

યુવા-કલા: રજૂઆત 

'તમારા ઝવેરચંદ મેઘાણી' પ્રકલ્પ અંતર્ગત:

- ભાવિ ગાંધી અને સાગર ચોટલીયા,

ક.જે. સોમૈયા કૉલેજ, મુંબઈ(નાં વિદ્યાર્થીઓ)

 

કર્તા-પરિચય: ઝવેરચંદ મેઘાણી

 

'તમારા ઝવેરચંદ મેઘાણી' પ્રકલ્પ અંતર્ગત:

પ્રફુલ્લાબહેન લલિતભાઈ શાહ‌, મુંબઇ

પ્રફુલ્લાબહેન લલિતભાઈ શાહ‌, મુંબઇ તરફથી "ચારણ કન્યા"ની પ્રસ્તુતિ - વીડિયો રૂપે.