યુવા-સ્વર-૦૯

યુવાસ્વર:

આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.

 

-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.

સવાલો જવાબો: સપન પાઠક
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે?

૧.

૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું?

૨. સાહિત્યનાં વિવિધ સ્વ-રૂપો.
* કવિતા એટલે? લયબદ્ધ ઊર્મિઓ
* વાર્તા એટલે? કોઈ ચોક્કસ ઘટના કે ઘટનાઓ અને એ પછી સર્જાતી મનોસ્થિતિનું વ્યવસ્થિત, સપાત્ર આલેખન.
* નિબંધ એટલે? પ્રકૃતિ, પ્રવાસ, તહેવાર, પ્રસંગોનું આલંકારિક ભાષામાં વર્ણન.
* નાટક એટલે? ઘટના, વાર્તા વગેરેનું મંચન થઈ શકે એવું, પાત્રોના સંવાદો સાથેનું આલેખન.

૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો?

૩. સામાન્ય વાચકોના હૃદય સુધી પહોંચે એવું.

૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે?

૪. શ્રી રમેશ પારેખ. એમની રચનાઓમાં પ્રયોજાયેલા કલ્પનો મનને સ્પર્શી જાય છે.

૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ?

૫. વાંચન ગુજરાતી સાહિત્ય પૂરતું જ મર્યાદિત વાચન ધરાવું છુ. આ મારું નબળું પાસુ છે

૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે?

૬.. આ બાબતોમાં મારી જાણકારી ઊંડી તો નહીં જ કહી શકાય.

૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો?

૭. કોઈને આદર્શ તરીકે સામે રાખતો નથી. ફક્ત મારી રચના, મારી પાછલી રચનાઓ કરતાં સારી લખાય એ બાબત જ ધ્યાનમાં રાખું છું.

૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ?

૮. મારા સહસર્જક મિત્ર અને મારા માર્ગદર્શક ગુરુને. સૌના સૂચનો થકી રચના વધુ સારી બની રહે એ માટે.

૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે?

૯. દરેક સર્જક તથા તેની દરેક રચના પાછળની સર્જન પ્રક્રિયા અલગ અલગ હોઇ શકે. છતાં સ્થાપિત સર્જકોની સર્જન પ્રક્રિયા, તેમનાં અનુભવો વાંચવાં-સાંભળવાં ગમ્યાં.

૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો?

૧૦. શક્ય એટલા સાહિત્ય સ્વરૂપોને સમજી એમાં ખેડાણ કરવાનો પ્રયત્ન કરું છું.

 

- સપન પાઠક