પરિષદ વતી, ‘નોળવેલની મહેક’-ની ટીમ દ્વારા, સહુને દીવાળીનાં અભિનંદન અને નવા વર્ષની શુભેચ્છા....
– સિતાંશુ યશશ્ચન્દ્ર
પરિષદ વતી, ‘નોળવેલની મહેક’-ની ટીમ દ્વારા, સહુને દીવાળીનાં અભિનંદન અને નવા વર્ષની શુભેચ્છા.
આ કપરા સમયમાં ‘આત્મ દીપો ભવ’.
‘આપણે ના કંઇ રંક, ભર્યો ભર્યો માંહ્યલો કોશ અપાર,
આવવા દો જેને આવવું, આપણ મૂલવશું નિરઘાર.
આભ ભલે ઝરે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે આપણા દુખનું કેટલું જોર?’
સ્નેહવંદન.
સમા, વડોદરા.
નવેમ્બર ૧૫, ૨૦૨૦.
•
‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ
સિતાંશુ યશશ્ચન્દ્ર : sitanshuy@gmail.com.
સેજલ શાહ : sejalshah702@gmail.com
સમીર ભટ્ટ : sameer.p.bhatt13@gmail.com
•
સહાયક ટીમનો આભાર:
સેજલ શાહ
સમીર ભટ્ટ
વસંત જોશી
પીયૂષ ઠક્કર
રૂપલ મહેતા
અનુક્રમ:
નોળવેલની મહેકઃ ૧૫ નવેમ્બર ૨૦૨૦
સાભાર: સંદર્ભ-ફોટાનો ઉપયોગ અવતરણ મર્યાદિત. કોપીરાઈટ યથાતથ.

